નાપાક:પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી ખલાસીઓને બંધક બનાવ્યા, ઓખાની 2, માંગરોળની 1 બોટ સાથે 26 માછીમારનાં અપહરણ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ઓખાની-2 અને માંગરોળની 1 બોટ સહિત 26 માછીમારનાં અપહરણ કરાયાં છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી ખલાસીઓને બંદૂકના નાળચે બંધક બનાવાયા છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીની વધુ એક વખત નાપાક હરકત સામે આવી છે. પોરબંદર સહિત ભારતીય માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જતા હોય ત્યારે નજીકના દરિયાકિનારા વિસ્તારમાં માછલીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી ઊંડે સુધી માછીમારી કરવા જવાની ફરજ પડે છે.

ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં કેમિકલ ફેક્ટરીઓને કારણે ગરમ પાણીના ધોધ સમુદ્રમાં છોડવામાં આવતા હોય અને કેમિકલયુક્ત ગરમ પાણીના ધોધથી દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઇ રહી છે અને નાની માછલીઓનું નિકંદન નીકળી રહ્યું છે. ઉપરાંત લાઈન ફિશિંગ માછીમારીને કારણે પણ નાની માછલીઓનો નાશ થઇ રહ્યો છે,. જેથી માછીમારોને દરિયામાં ઊંડે સુધી માછીમારી કરવાની જવાની ફરજ પડી રહી છે ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરી બંધક બનાવી પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે.

આમ, પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી માછીમારોમાં પણ રોષ ભભૂકી ઊઠયો છે. માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીના જણાવ્યા મુજબ, ઓખાની બે બોટ અને માંગરોળની એક બોટ સહિત કુલ 3 બોટના 26 માછીમારનાં અપહરણ કરવામાં આવ્યાં છે. વધુ એક વખત ભારતીય માછીમારોનાં અપહરણ કર્યા હોવાથી માછીમારો પણ લાલઘૂમ થયા હતા. આમ, અવારનવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીની નાપાક હરકતના કારણે માછીમારોમાં પણ ભારે રોષ ભભૂકી ઊઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...