સેવાસેતુ કાર્યક્રમ:2597 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાન્ચ સ્કૂલ ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પાલિકા દ્વારા બ્રાન્ચ સ્કૂલ ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં સ્થળ પર 2597 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો છે. પોરબંદર શહેરની બ્રાન્ચ સ્કૂલ ખાતે સેવાસેતુના આઠમાં તબક્કાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2597 લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

સેવાસેતુના આઠમાં તબક્કામાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આધારકાર્ડ, આયુષમાન કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, જન્મ મરણના દાખલા જેવી વિવિધ સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મામલતદાર પોરબંદર, વોર્ડ નં 7 અને 8ના કાઉન્સેલર તેમજ તમામ ઓફિસના કર્મચારી આ સેવાસેતુના કાર્યક્રમ માં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...