સારા સમાચાર:પોરબંદરની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના 488 બેડ સામે 251 બેડ ખાલી

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડના દાખલ દર્દીની સંખ્યામાં મહદઅંશે ઘટાડો : લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત નહીં
  • પોરબંદરમાં 72 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ : 85 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા, 315 એક્સિવ કેસ

પોરબંદરમાં કોવિડના દાખલ દર્દીની સંખ્યામાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો ખાતે 488 બેડ સામે 251 બેડ ખાલી છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદરમાં 24 કલાકમાં 72 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 85 દર્દી ડિસ્ચાર્જ થયા છે.18 ગામડા માંથી 32 દર્દી સહિત કુલ 72 દર્દી જેમાં 16 વર્ષથી 70 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. હાલ જિલ્લામાં 315 કેસ એક્ટિવ છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાયું છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે હાલ સદનસીબે આવા દર્દીઓના દાખલ થવાની સંખ્યામાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા પોરબંદરની સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાતા હતા અને દર્દીઓને દાખલ થવા માટે વેઇટિંગ હતું.

બન્ને કોવિડ ખાતે કેપેસિટી કરતા વધુ બેડ રાખવામાં આવ્યા હતા અને તે તમામ બેડ દર્દીઓથી ભરાયા હતા. હાલ સદનસીબે બન્ને કોવિડ હોસ્પિટલ, 8 ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો ખાતે કુલ 488 બેડમાં 237 દર્દી દાખલ છે અને 251 બેડ ખાલી છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક પણ દર્દીનું મોત થયું નથી.

કોવિડ હોસ્પિટલોની સ્થિતી
પોરબંદરની સિવિલ કોવિડ ખાતે કેપેસિટી મુજબ 150 બેડ અને નર્સિંગ કોવિડ ખાતે 50 બેડ એમ કુલ 200 બેડમાં 131 દર્દી દાખલ છે. 69 બેડ ખાલી છે જ્યારે 8 ખાનગી હોસ્પિટલ ખાતે કુલ 129 બેડ સામે 57 દર્દી દાખલ છે અને 72 બેડ ખાલી છે. ઉપરાંત કોવિડ કેર સેન્ટરો ખાતે કુલ 159 બેડ સામે 49 દર્દી દાખલ છે અને 110 બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...