સહાય ચૂકવવાનું શરૂ:કૃષિ રાહત પેકેજ અંતર્ગત 25038 ખેડૂતોએ ફોર્મ ભર્યા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 71 ગામડાનો સમાવેશ કરાયો હતો

કૃષિ રાહત પેકેજ અંતર્ગત જિલ્લામાં 25038 ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. જિલ્લાના 71 ગામડાનો સમાવેશ કરાયો હતો. સહાય ચુકવવાની શરૂઆત થઈ ચૂકી છે. ચાલુ વર્ષે ચોમાસામા વરસાદ ખેંચાયો હતો. ભાદરવામાં ભારે વરસાદ અને ડેમો માંથી પાણી છોડવામાં આવતા તેમજ ઉપરવાસ માંથી પાણી આવતા પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તાર તેમજ ભાદરકાંઠાના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. પાણી ફરી વળતા ખેતરોમાં પાકનું ધોવાણ થયું હતું જેથી પાકને નુકશાન થયું હતું જેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો.

પોરબંદર તાલુકાના 23 ગામ, રાણાવાવના 7 ગામ અને કુતિયાણા તાલુકાના 41 ગામ એમ 71 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત પાક નુકશાન અંગેના ફોર્મ ભરવાના શરૂ થયા હતા. જેમાં 25038 અસરગ્રસ્ત ખેડૂતોએ પાક નુકશાન અંગેના ફોર્મ ભર્યા હતા.

કૃષિ રાહત પેકેજ યોજના અંતર્ગત હેકટરે રૂ. 13 હજાર તેમજ વધુમાં વધુ 2 હેકટર સુધીની સહાય તેમજ ઓછામાં ઓછી રૂ. 5 હજારની સહાય મળશે. આ સહાયનું ચુકવણું શરૂ થયું છે અને 80હજાર જેટલા ખેડૂતોને સહાય ચુકવવામાં આવી છે આગામી દિવસોમાં આ બાકી રહેલા ખેડૂતોને સહાયનું ચુકવણું કરી દેવામાં આવશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પરમારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...