તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 2448 Houses Built, Only 348 Allotted, Housing Cannot Be Allotted In Porbandar Without Payment Of Contribution Grant By The State Government

હાઉસીંગ યોજનાના મકાનો ખંઢેર બન્યા:2448 આવાસ બન્યા, ફાળવાયા માત્ર 348, રાજ્ય સરકારે ફાળાની ગ્રાન્ટના નાણા ન ચૂકવતા પોરબંદરમાં આવાસ ફાળવી શકાતા નથી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના પછાત વિસ્તાર અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને રહેવાનું માટે ઘર મળી રહે તે માટે BSUP યોજના અંતર્ગત પોરબંદરમાં 2448 આવાસ બાંધવામાં આવ્યા છે. પરંતુ લાભાર્થીએ ભરવાના થતા ફાળાની રકમની રાજય સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવાણી ન થઇ હોવાને લીધે અત્યાર સુધીમાં પોરબંદરમાં માત્ર 348 લોકોને જ આવાસ ફાળવી શકાયા છે. બાકીના 2100 આવાસ 3 વર્ષથી ધૂળ ખાઇ રહ્યા છે.

પોરબંદરના બોખીરા વિસ્તારના રામકૃષ્ણ મીશન પાસે બેઝીક સ્લમ અપગ્રેડેશન પ્રોજેકટ ‌યોજના અતર્ગત રૂ. 338396 નું એક એવા અંદાજીત 83 કરોડના ખર્ચે 2448 આવાસ 3 વર્ષ પહેલા બાંધી દેવામાં આવ્યા છે. એક આવાસમાં રૂ. 224160 નો ફાળો કેન્દ્ર સરકાર રૂ. 280020 રાજ્ય સરકાર ફાળવે છે જ્યારે રૂ. 36218 વ્યાજની રકમમાંથી અને બાકી રહેતા રૂ. 50000 લાભાર્થીએ ભરવાના હોય છે. જેમાંથી લાભાર્થી પોતાનો ફાળો ભરી શકે તેમ ન હોય તો લાભાર્થીએ ભરવાના થતા રૂપિયામાંથી 10 ટકા રકમ ભરે છે અને બાકીની 90 ટકા રકમ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ તથા અનુસુચિત જન જાતિ વિભાગની સ્કીમમાંથી ચૂકવવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ગ્રાન્ટ અત્યાર સુધી માત્ર 348 આવાસો માટે જ આવી હોય જેથી 348 આવાસોની ફાળવણી કરી શકાય છે, અને 2100 આવાસોની ફાળવણી કરી શકાઇ નથી, જેથી આવા 2100 આવાસો ધૂળ ખાઇ રહયા છે. જેની સામે રૂ. 5000 જમા કરાવી ચૂકેલા લાભાર્થીઓ આવાસ મળે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

દસ મહિનાથી ગ્રાન્ટ મંજૂર થઇ છતાં નાણાં આવતા નથી
લાભાર્થીને ભરવાની થતી રકમમાંથી 90 ટકા ફાળો જે સમાજ કલ્યાણ તથા અનુસુચિત જન જાતિ વિભાગે ચૂકવવાનો થાય છે તે મંજૂર થઇ ગયાને દસ મહિના થઇ ગયા પરંતુ હજુ સુધી નાણા આવ્યા ન હોવાના લીધે લાભાર્થીઓને લાભ મોડો થઇ રહ્યો છે.

બે તબક્કામાં ડ્રો કરી આવાસ ફાળવાયા
અત્યાર સુધીમાં પ્રથમ તબકકામાં 150 લાભાર્થીઓને, બીજા તબકકામાં વધુ 198 લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...