પ્રકૃતિનું રક્ષણ:ધામણ જાતિના સાપ સાથે 24 ઈંડા મળ્યા, ઇંડાનું જતન કરાયું, 90 દિવસે બચ્ચા બહાર આવશે

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર તાલુકાના હાથીયાણી ગામેથી સર્પવિદોએ રેસ્ક્યુ કર્યું

પોરબંદર તાલુકાના હાથીયાણી ગામ નજીક વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે સાપ જોવા મળતા પોરબંદરની ગ્રીન અર્થ કલબ સંસ્થાના કાર્યકરને ફોન દ્વારા જાણ કરવામાં આવતા આ સંસ્થાના આસીફ બ્લોચ, બશીર શમા સહિતના સર્પવિદો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને શાપ પકડવા રેસ્ક્યુ કર્યું હતું, જ્યાંથી ધામણ જાતિની  8 ફૂટ લાંબી માદા સાપ ને પકડી પાડી હતી, અને આ માદાએ મુકેલા  24 જેટલા ઇંડાઓ મળી આવ્યા હતા, અને ઈંડાને કોઈ નુકશાન ન પહોંચે તે હેતુથી તેઓ માદા સાપ અને તેના ઈંડાને પોરબંદર લાવ્યા છે,  અને તેના ઘરે  ઈંડાને સાચવી જરૂરી તાપમાન મળી રહે તે રીતે રેતી માં રાખી દીધા છે, આ ઈંડા ખૂબ નરમ હોય છે, અને ઈંડા માંથી બચ્ચા બહાર આવતા 90 દિવસ નો સમય લાગે છે. સાર્પવિદોએ જણાવ્યું છે કે, માદા શાપને વનવિભાગને જાણ કરી પ્રકૃતિના ખોળે મૂકી દેવામાં આવશે, અને ઇંડાઓનું જતન કરી બચ્ચા બહાર આવશે ત્યારે તેમને પણ પ્રકૃતિના ખોળે છોડી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...