પોરબંદરમાં રહેતો જયેશ હિંગળાજીયા નામના યુવાને અનેક રેકોર્ડ પોતાના નામે કરી દેશભરમાં પોરબંદરનું નામ રોશન કર્યું છે. આ યુવાન 134 વખત ગાંધી પ્રતિમા બની રેકોર્ડ બનાવ્યા છે. આ યુવાને મહાત્મા ગાંધીનીજી થીમ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે જેમાં ગાંધીજીના આલ્બમ, 140 ગ્રામની ગાંધીજીની ફોટો ગેલેરી જેમાં 22693 ફોટા, મગના દાણા જેવડું 27 ફોટાનું ગાંધીજીનું આલ્બમ ઉપરાંત 1183 શિવલિંગ સહિત કુલ 238 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
જયેશ હિંગળાજીયાએ જણાવ્યું હતું કે, વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી યુકે દ્વારા તેમને બેસ્ટ ઓફ બેસ્ટ પીએચડી ની ડિગ્રી આગામી સપ્ટેમ્બરમાં સાઉથ કોરિયા ખાતે આપવમાં આવશે. બાદ બેસ્ટ એશિયા રેકોર્ડર હોલ્ડર એવોર્ડ આપવામાં આવશે.
મહત્વની વાત એ છે કે, ભારતમાં હજુસુધી આવો એવોર્ડ કોઈને મળ્યો નથી ત્યારે આ યુવાનને આ રેકોર્ડ મળશે. 5 વર્ષ સુધી રેકોર્ડ હોલ્ડર હોય તેનું સર્વે થતું હોય અને 5 વર્ષે 1 વખત મળે છે. 5 જાન્યુઆરીએ સિલેક્શન હતું. ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં જેનું સ્થાન હોય, સર્ટી હોય તેને જ પીએચડી ડિગ્રી અને એશિયાઈ એવોર્ડ મળે છે. ત્યારે પોરબંદરના આ યુવાન પાસે 238 વર્લ્ડ રેકોર્ડ છે જેથી આ યુવાનને બેસ્ટ ઓફ બેસ્ટ પીએચડી ડિગ્રી તેમજ બેસ્ટ એશિયા રેકોર્ડર હોલ્ડર એવોર્ડ મળવા જઇ રહ્યા છે જે સમગ્ર ભારત માટે ગૌરવ રૂપ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.