તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીમું વેક્સિનેશન:40 પૈકી 23 કેન્દ્ર પર વેક્સિન અપાઇ, પોરબંદર જિલ્લામાં સરકાર દ્વારા વેક્સિનના જથ્થામાં કાપ મૂકાયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 2200 વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ હતો
  • દરરોજ 4000 વેક્સિનનો જથ્થો આવતો હતો હાલ બે દિવસના માત્ર 3500 ડોઝ આવ્યા
  • પ્રથમ ડોઝની 89.28 ટકા કામગીરી પૂર્ણ

પોરબંદર જિલ્લામાં સરકાર દ્વારા વેક્સિનના જથ્થામા કાપ મુકાયો છે. દરરોજ 4000 વેક્સિનનો જથ્થો આવતો હતો હાલ બે દિવસના માત્ર 3500 ડોઝ આપવામાં આવ્યા છે. જેથી 40થી વધુ કેન્દ્રો માંથી માત્ર 23 કેન્દ્ર ખાતે વેક્સિન આપવાની કામગીરી થઈ છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન કામગીરી શરૂ થતા આ કામગીરીને વેગવંતી બનવવામાં આવી છે. 18થી વધુ વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેકશીન આપવાની શરૂઆત થતા વેક્સિનેશન કામગીરી વધુ વેગવંતી બનાવી હતી અને મેગા ડ્રાઈવ શરૂ કરી હતી, પરંતુ ગત સોમવારે વેકશીનનો જથ્થો મોડો આવતા આ કામગીરી ખોરવાઈ હતી અને બપોર બાદ વેકશીન આપવાની કામગીરી શરૂ થઈ હતી.

મહત્વની વાત એ છે કે હાલ સરકાર અને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી જાહેર કર્યું છે કે, તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, યાર્ડ, સલૂન, બ્યુટીપાર્લર, રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયિકોના સંચાલકો અને માલિકોએ તા. 10 જુલાઈ સુધીમાં વેકશીનનો પહેલો ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકશે નહીં.

હાલ વેક્સિન લેવા અંગે જાગૃતિ આવી છે. અને લોકો વેક્સિન લેવા તૈયાર થયા છે ત્યારે સરકારે વેક્સિનનો જથ્થો આપવામાં મોટો કાપ મુક્યો છે. પહેલા વેકશીનના દરરોજ 4000 જેટલા ડોઝ આપવાનો તંત્રનો ટાર્ગેટ હતો અને 18+ ને વેક્સિન આપવા માટે મેગા ડ્રાઈવ કરી છે અને રોજ 4000 ડોઝ આપવામાં આવતા હતા ત્યારે સરકાર દ્વારા કાપ મૂકી બે દિવસ માટે માત્ર 3500 વેક્સિનના ડોઝનો જથ્થો આપ્યો છે. જેમાં ગઈકાલે મંગળવારે 23 સ્થળો ખાતે 2200 વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. અગાવ જિલ્લામાં 40થી વધુ કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવતી હતી પરંતુ વેક્સિનનો જથ્થો ઓછો આવતા હવે માત્ર 23 સ્થળોએ વેક્સિન કામગીરી થઈ છે.

ઓછો જથ્થો મળવાથી લોકોને મુશ્કેલી પડશે
સરકારે પોરબંદર જિલ્લામાં માત્ર 3500 વેકશીનનો જથ્થો બે દિવસ માટે આપ્યો છે જે અપૂરતો હોવાથી વેક્સિન લેવા તૈયાર થતા લોકોને ધક્કા ખાવા પડશે અને બીજા ડોઝ લેવાનો સમય હોવા છતાં લોકોને હાલાકી પડશે. વ્યાવસાયિકો વેક્સિનનો પહેલો ડોઝ લેવા તૈયાર છે પરંતુ અપૂરતા વેક્સિનના જથ્થાના કારણે સમયસર રસી લઈ શકશે નહીં.

જિલ્લામાં 2000 ડોઝનો જથ્થો ઓછો મળતો હતો
પોરબંદર જિલ્લામાં વેક્સિનેશન કામગીરી મેગા કરવામાં આવી ત્યારે જરૂરિયાત કરતા 2000 ડોઝ સરકાર તરફથી ઓછા મળતા હતા તેમાં પણ સરકાર દ્વારા હાલ બે દિવસના માત્ર 3500 ડોઝ આપવામાં આવ્યા છે જેથી મોટો કાપ મુકાયો છે.

ઉપરથી જ કાપ મુકવામાં આવ્યો : અધિકારી
સરકાર દ્વારા 3500 વેક્સિનના ડોઝ મળ્યા છે જે 2 દિવસમાં પુરા કરવાના છે. ઉપરથીજ કાપ મુકવામાં આવ્યો છે. પરંતુ આવનારા દિવસોમાં સરકાર દ્વારા વધુ વેક્સિનનો જથ્થો મળશે તેવી શકયતા છે. > કવિતાબેન દવે, જિલ્લા આરોગ્ય અધિકારી, પોરબંદર

​​​​​​​ઉંમર મુજબ થયેલ વેક્સિનેશન કામગીરી
જિલ્લામાં 60 + ના 59453 લોકો માંથી પહેલો ડોઝ 53079 લોકોએ લેતા 89.28 ટકા અને 36106 લોકોએ બીજો ડોઝ લેતા 68.02 ટકા કામગીરી થઈ છે. 45 થી 59 વર્ષના કુલ 99782 લોકો માંથી 75454 લોકોએ રસી લેતા 75.62 ટકા અને 35294 લોકોએ બીજો ડોઝ લેતા 46.78 ટકા કામગીરી થઈ છે. જ્યારે 18 થી 44 વર્ષના કુલ 2,59,890 લોકો માંથી 72297 લોકોએ પ્રથમ ડોઝ લેતા 27.82 ટકા કામગીરી થઈ છે જ્યારે 21 લોકોએ બીજો ડોઝ લીધો છે જેથી 0.03 ટકા કામગીરી થઈ છે. કુલ 4,19,125 લોકો માંથી 2,00,830 લોકોએ રસી લેતા 47.92 ટકા અને 71521 લોકોએ બીજો ડોઝ લેતા 35.56 ટકા કામગીરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...