સેવાકાર્ય:23 દિકરીને ચાંદીની ઝાંઝરી અને 24 કુમારોને કપડાંની જોડ અપાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક શિક્ષકની સોશ્યલ મીડીયામાં મોકલાવેલ ફોટોને લીધે કેટલાય લોકોના જીવનમાં આવ્યું પરિવર્તન

ભરાવારી સીમ શાળાના એક શિક્ષકે એક છોકરીના પગની તૂટલી ઝાંઝરીનો ફોટો પાડીને સોશ્યલ મીડીયા પર વાયરલ કરેલ હતો. આ એક છોકરીનો ફોટો પહોંચ્યો અમેરિકાના એક દાતાએ આ ફોટો જોઇને તે શાળાની દરેક દિકરીને ચાંદીની ઝાંઝરી અને 24 કુમારોને કપડાની જોડ આપી છે. રાણાવાવ તાલુકાની એક અંતરીયાળ વિસ્તારમાં આવેલી ભરાવારી સીમ શાળામાં ફરજ બજાવતા કનેરીયા જિજ્ઞાસાબેન ફોટોગ્રાફી તેમજ લેખન પણ કરે છે.

થોડાં દિવસો પહેલા તેમણે સ્કૂલની એક છોકરીના પગનો ફોટો સોશ્યલ મીડિયા પર મુક્યો હતો. જેમાં છોકરીના બંને પગમાં તૂટેલી જાંજરી જોઈ મૂળ ગુજરાતી અને અમેરિકામાં વસતા જીજ્ઞાસાબેનનો સંપર્ક કરી એ છોકરીને ચાંદીની જાંજરી આપવાનો વાયદો કર્યો. પણ શિક્ષિકાના વધુ સંપર્કમાં રહ્યા બાદ તેમણે શાળાની તમામ છોકરીઓને ચાંદીની જાંજરી આપવાનું નક્કી કર્યું.

ગઈકાલે શાળામાં તેઓએ તેમના વરદ હસ્તે બધી જ દીકરીઓના પગમાં જાંજરી પહેરાવી તથા દીકરાઓ માટે કપડાં ખરીદવા અનુદાન આપ્યું છે. તેમની સાથે જાણીતા કલાકાર શ્રી હકાભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...