લમ્પી રોગનો ભરડો:22 ગૌવંશ લમ્પીગ્રસ્ત, વધુ 1 ગૌવંશનું મોત થયું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ તબીબ દ્વારા સારવાર આપવામાં આવી

પોરબંદર જિલ્લામાં વધુ 22 ગૌવંશ લમ્પી ગ્રસ્ત નોંધાયા છે. વધુ 1 ગૌવંશનું મોત થયું છે. પોરબંદર જિલ્લામાં લમ્પી સ્કિન રોગ વધુ વકરી રહ્યો છે. આ રોગની ઝપેટમાં દરરોજ અનેક ગૌવંશ ઝપેટે ચડી રહ્યા છે. આ રોગ ચેપી હોવાથી ઝડપી સંક્રમણ થઈ રહ્યું છે. પશુ ચિકિત્સક ડો. મંડેરાએ જણાવ્યું હતુંકે, 24 કલાકમાં જિલ્લામાં વધુ 22 ગૌવંશ લમ્પીગ્રસ્ત નોંધાયા છે.

જેથી અત્યાર સુધીમાં કુલ 2395 ગૌવંશને લમ્પી સ્કિન રોગ થયાનું નોંધાયું છે. વધુ 1 ગૌવંશનું મોત થયાનું સામે આવ્યું છે જેથી લમ્પીગ્રસ્ત ગૌવંશના મૃત્યુનો સરકારી ચોપડે આંકડો 139 થયો છે. હાલ જીઆઇડીસી ખાતેના આઈસોલેશન વોર્ડમાં કુલ 210થી વધુ ગૌવંશ સારવાર હેઠળ છે. પશુ તબીબ દ્વારા સ્થળ પર પણ સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...