તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં 2182 લોકોને રસી અપાઇ, કુલ 1,53,678 લોકોને 1 ડોઝ અને 78,704 લોકોને 2 ડોઝ અપાઈ ગયા

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવમાં રસી લેવા માટે લોકોની લાઈન લાગી - Divya Bhaskar
રાણાવાવમાં રસી લેવા માટે લોકોની લાઈન લાગી

પોરબંદરમાં આજે 1,53,678 સ્થળોએ 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકો માટે વેક્સિનેશન શરૂ કરાયું છે. તે ઉપરાંત અન્ય કેટેગરી ઉમરની કેટેગરીના લોકો મળીને કુલ 2182 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં કુલ 1,53,678 લોકોને 1 ડોઝ અને 78,704 લોકોને 2 ડોઝ અપાઈ ગયા છે.

પોરબંદર જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમ દરમિયાન આજે 10 સ્થળોએ 2182 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં પોરબંદર તાલુકામાં 1685 લોકોને, કુતિયાણા તાલુકામાં 234 લોકોને અને રાણાવાવ તાલુકામાં 263 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આજે શરૂ થયેલા આ વેક્સિનેશન કાર્યક્રમમાં 45 થી વધુ ઉમરના લોકોની સાથે સાથે 18 થી 44 વર્ષની ઉમર ધરાવતા લોકોનું પણ વેક્સિનેશન કરાયું હતું અને કુલ વેક્સિનેશનમાંથી આવા 1865 લોકોનું વેક્સિનેશન કરાયું હતું.

વેક્સિનેશનના કાર્યક્રમમાં આજે 18 થી 44 વર્ષની ઉમરના લોકોનું પણ વેક્સિનેશન શરૂ કરાતાં રાણાવાવ શહેરમાં લાંબી કતારો લાગી હતી. જો કે જિલ્લાના બીજા સ્થળોએ એકંદરે ખાસ કોઈ ભીડ જોવા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...