નશીલા પદાર્થના પેકેટ મામલે ફરીયાદ:માધવપુર દરીયા કિનારેથી મળેલા 21 પેકેટ હસીસના હોવાનુ સામે આવ્યુ, અજાણયા ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

માધવપુર દરીયા કિનારેથી મળેલ નશીલા પદાર્થના પેકેટ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. માધવપુર આસપાસના દરીયા કિનારા વિસ્તારમાંથી ગત 03 ઓગસ્ટનાં રોજ મળેલા 21 પેકેટ જેટલા નશીલા પદાર્થના પેકેટ મળી આવતા માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ તરફે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.પી.પરમાર ફરીયાદી બન્યા છે.

મળેલા પેકેટ મારીઝુઆના/હસીસનાં હોવાનું સામે આવ્યું
માધવપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ઈસમોએ ભારતના યુવા ધનને બરબાદ કરવા માટે દરીયાઇ માર્ગ ગેરકાયદેસર રીતે પરીવહન કરી નશીલા પદાર્થ લાવતી વખતે સુરક્ષા એજન્સીઓના ડરથી દરીયામાં ફેકી દેવામાં આવ્યા હતા. ફેંકવામાં આવેલ પેકેટો પાણીના પ્રવાહ સાથે દરીયા કાંઠે તણાઈ આવ્યા હતા. જે પેકેટમાં સફેદ પારદર્શક કોથળી અને અંદરના ભાગે ઘેરા લીલા કલરની અપારદર્શક કોથળી હતી. જેના ઉપર અંગ્રેજીમાં estd 1896 nabob coffee Co લખેલ લખાણ મળી આવેલ હતુ. જે પદાર્થને એફએસએલ પરીક્ષામાં મોકલાવામાં આવતા આ પેકેટ મારીઝુઆના/હસીસનાં હોવાનું સામે આવ્યું હતી. મળી આવેલ 21 પેકેટોનુ કુલ વજન 23 કિલો 208 ગ્રામ જેટલું થવા જાય છે, જેની બજાર કિંમત 34 લાખ 81,200 જેટલી થવા જાય છે.

પોલીસે અલગ અલગ દિશામાં ​​​​​​​તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના મામલે માધવપુર પોલીસે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પેકેટ દરીયામાં ક્યારે નાખવામાં આવ્યા હતા અને કોના દ્રારા પેકેટનો જથ્થો દરીયામાં ઠાલવાયો છે. ​​​​​​​પોલીસે અલગ અલગ દિશામાં ​​​​​​​તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ પોરબંદરનાં પીઆઈ કે.આઇ.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...