કાર્યવાહી:24 કલાકમાં દેશી દારૂના 21 કેસ નોંધાયા, પોરબંદર જિલ્લામાંથી 14 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 21 કેસ નોંધાયા છે.પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 21 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લા પોલીસે પોરબંદર જિલ્લામાંથી 14 શખ્સોને નશો કરેલી હાલતમાં તથા અલગ અલગ 7 વિસ્તારોમાંથી 55 લીટર દેશી દારૂ ઝડપાયો હતો. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...