નવીબંદર પોલીસની કાર્યવાહી:પાકિસ્તાનાં 10 ખલાસી પાસેથી 2 હજાર કિલો માછલી મળી, 14દી’ના રિમાન્ડ મંગાશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોસ્ટગાર્ડના કબજામાં રહેલા પાકિસ્તાની માછીમારોની ફાઇલ તસવીર - Divya Bhaskar
કોસ્ટગાર્ડના કબજામાં રહેલા પાકિસ્તાની માછીમારોની ફાઇલ તસવીર
  • પોરબંદરના દરિયામાંથી પકડાયા હતા, બે મોબાઇલ અને GPS પણ મળ્યા

પોરબંદર નજીક દરિયામાંથી તાજેતરમાં 10 પાકિસ્તાની ખલાસીઓ પકડાતા નવીબંદર પોલીસ મથકમાં તેમના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે, અને આ ખલાસીઓ પાસેથી બે મોબાઇલ તથા એક જીપીએસ મળી આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત સહિત ભારતીય જળસીમા ઘૂસાડવામાં આવી રહ્યું છે.

કરોડો રૂપિયાના ડ્રગ્સને ભારતીય સુરક્ષા એજન્સી પકડી પાડયું છે ત્યારે દરિયાઇ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પોરબંદર નજીક યાસીન નામની પાકિસ્તાની બોટમાંથી તાજેતરમાં ખલાસીઓને કોસ્ટગાર્ડે પકડી પડ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ આ ખલાસીઓની આકરી પૂછપરછ કરી નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક કોસ્ટગાર્ડની શિપ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારતીય જળસીમા માંથી શંકાસ્પદ પાકિસ્તાની ફિશિંગ બોટ પકડી 10 પાકિસ્તાની ખલાસીને સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ હાથ ધરતા તેવું જણાવ્યું હતું કે પાકિસ્તાનથી માછીમારી કરવા માટે નીકળ્યા બાદ ભૂલથી તેઓ અહીં પહોંચી ગયા છે. અને તેઓનો ઘુસણખોરીનો કોઇ ઇરાદો ન હોવાનું પણ કહ્યું હતું. અધિકારીઓએ બોટની તલાશી લેતાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, અને આ બોટમાંથી બે મોબાઇલ ફોન તથા એક જીપીએસ મળી આવ્યું છે.

અહીં આવેલ આ ખલાસીઓ હકીકતમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે આવ્યા છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આવી છે. બોટમાંથી 2000 કિલો માછલી, 600 લીટર ડીઝલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આ પાકિસ્તાનીઓને 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...