પીજીવીસીએલ તંત્રને થઇ રહ્યો છે વિજલોસ:પોરબંદર પીજીવીસીએલ વર્તુળમાં 20 % થાય છે વીજચોરી

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક વપરાશ કારો માટે સ્વૈચ્છિક વીજચોરીની જાહેરાત માટે આજે પણ યોજના ચાલુ છે, વીજચોરી કરનાર ગ્રાહક સ્વૈચ્છિક અરજી કરેતો વીજચોરીના મસમોટા દંડથી બચી શકાય

પોરબંદર જિલ્લા સહિત પીજીવીસીએલ સર્કલ વિસ્તારમાં 15 થી 20 ટકા વીજચોરી થઈ રહી છે જેના કારણે પીજીવીસીએલ તંત્રને વિજલોસ થઈ રહ્યો છે. ગુજરાત વીજ નિયંત્રણ આયોગ ગાંધીનગર દ્વારા નિયત કરેલ સપ્લાય કોડ 2015ની કલમ 7.23 મુજબ ઘર વપરાશના ગ્રાહકો કે જેઓએ મીટરમા ચેંડા અથવા કોઈ પ્રકારે વીજચોરી કરતા હોય તેવા ગ્રાહક પીજીવીસીએલ કચેરીએ રૂ. 100 ભરી સ્વૈરિછક અરજી કરે કે મીટરમાં ચેંડા કર્યા છે તો તે અરજીના આધારે તંત્ર દ્વારા એ ગ્રાહકનું જૂનું મીટર બદલાવી નવું મીટર લગાવી આપવાની સ્વૈરિછક જાહેરાત યોજના હાલ પણ ચાલુ છે.

જે માટે ગ્રાહકે છેલ્લા 6 માસનું બિલ ભર્યું હોય તેના બમણા રૂપિયા ચૂકવવા પડે છે. આ યોજના હેઠળ લાભ લેનાર ગ્રાહકને વીજચોરી અંગેના મસમોટા પુરવણી બીલથી મુક્તિ મળી શકે છે. આ લાભ રહેણાંક હેતુ માટે લાઈફટાઈમ એક જ વખત મળે છે. હાલ ઓવરઓલ 15 થી 20 ટકા વીજચોરી થઈ રહી છે જે અંગે પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે સબ સ્ટેશન માંથી પાવર જતો હોય તેમાં લોસ આવે એટલે ખબર પડે છે. સબ સ્ટેશન માંથી યુનિટ મોકલાવ્યા અને યુનિટ બિલ બન્યા તે પરથી અંદાજો આવતો હોય છે.

સ્વૈરિછક જાહેરાત યોજનામાં અત્યાર સુધીમાં 239 ગ્રાહકોએ લાભ લીધો
વીજચોરી કરનાર ગ્રાહક માટે સ્વૈરિછક જાહેરાત યોજના ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં 239 ગ્રાહકોએ આ યોજનાનો લાભ લીધો છે.

ચેકીંગ દરમ્યાન વીજચોરી ઝડપાઇ તો કેટલો દંડ ભરવો પડે?
પીજીવીસીએલ તંત્રની ટીમ દ્વારા દરોડા દરમ્યાન જો વીજચોરી ઝડપાઇ તો જે જોડેલ લોડ હોય તે મુજબની ગણતરી કરીને છેલ્લા 1 વર્ષનું પુરવણી બિલ વીજચોરી પેટે ગ્રાહકને આપવામાં આવે છે. 1 વર્ષનું બે ગણું બિલ ભરવું પડે છે.

આગામી સમયમાં ચેકીંગ થશે- અધિકારી?
પીજીવીસીએલ પોરબંદર સર્કલને વિજલોસ થાય છે. વીજચોરી થાય છે. જેના માટે ચેકીંગ સમયાંતરે થાય છે. આગામી સમયમાં પણ વીજચોરી ડામવા સધન ચેકીંગ હાથ ધરાશે. જે વીજચોરી કરે છે રહેણાંકમાં તેના માટે સ્વૈરિછક યોજના ચાલુ છે. - નાગાજણ પરમાર, નાયબ ઈજનેર, પીજીવીસીએલ, પોરબંદર

કેટલો વિજલોસ છે?

વિસ્તાર

વીજલોસ ટકામાં

શહેરી વિસ્તાર6.8
ગ્રામ્ય27.78
ખેતીવાડી ગ્રામ્ય18.8
ખેતીવાડી ફીડર પિયત17

કનેક્શન પોરબંદર (માર્ચ 2021 મુજબ)

અન્ય સમાચારો પણ છે...