તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જુગાર રમતા 5 મહિલા સહિત 20 શખ્સ ઝડપાયા : રૂ. 59050નો મુદ્દામાલ કબ્જે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોરબંદર જિલ્લામાં પોલીસનો જુગારીઓ પર સપાટો

પોરબંદર જિલ્લામાંથી પોલીસે અલગ-અલગ જગ્યાએ રેઇડ પાડીને કુલ 6 સ્ત્રીઓ અને 12 જેટલા પુરુષો મળીને કુલ 18 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. આ જુગારીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 56730 નો મુદામાલ કબજે કર્યો હતો. ખાપટ વિસ્તારમાંથી સુરેશ ઉર્ફે જયેશ લાલજી મકવાણા, સરમણ ઘેલાભાઇ સરવૈયા, શક્તિ રાજુભાઇ રાઠોડ, અને જીગ્નેશ બાલુભાઇ મકવાણા નામના 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 6160 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે ધરમપુરની વાડી વિસ્તારમાંથી પોલીસે કારૂ જીવાભાઇ મોઢવાડીયા, વિપુલ ગાંગાભાઇ આગઠ, કેશુ માલદેભાઇ મોઢવાડીયા, પુતીબેન ભીખુભાઇ ચૌહાણ, જયાબેન પ્રતાપભાઇ ઓડેદરા, સંતોકબેન ઉર્ફે શાંતી સાજણભાઇ ભીમાભાઇ કારાવદરા અને રૂપલબેન ઉર્ફે પાયલ હરીશભાઇ આગઠને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા અન લોકો પાસેથી પોલીસે રૂ. 36690 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામની સીમમાંથી કરમણ નાનકા વાંદા,રાણા હીરાભાઇ વાંદા, ખીમા દેવાભાઇ વાંદા, વેજા અરજન કોડીયાતર, જેઠા મામીયાભાઇ કરમટા અને મામીયા દેવાયતભાઇ કરમટા નામના શખ્સોને પોલીસે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 13880 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે જાવર સોસાયટીમાંથી ભગવાનજી ગોરધનભાઇ મકવાણા, અવીનાશ ભગવાનજી લોઢારી, કાન્તાબેન ઉર્ફે મધુ મુળજી મોતીવરસ અને ક્રિષ્નાબેન કમલેશ જુંગીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને આ લોકો પાસેથી પોલીસે કુલ રૂ. 2020 નો મુદામાલ કબજે કર્યો હતો. આ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...