તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 20 દર્દી દાખલ, 15 ઓક્સિજન પર

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 554 ટેસ્ટમાંથી કોરોનાના 0 કેસ, 4 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 20 દર્દી દાખલ છે જેમાંથી 15 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયુ છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 20 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 7 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટીવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 13 દર્દી દાખલ છે જેમાંથી 2 દર્દી પોઝિટીવ છે. 20 દર્દી પૈકી 15 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયુ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી જ્યારે 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 554 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3374એ પહોંચ્યો છે. જ્યારે 4 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3207એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 29 કેસ એક્ટિવ છે. જ્યારે 9 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 171689 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...