તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:પોરબંદર PGVCLનો 20 ટકા સ્ટાફ ઘેર - રજા પર છે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલના 82 કર્મીઓના પરિવારજનો સંક્રમિત છે
  • કોરોનામાં 5 કર્મીના મોત થયા, 71 કર્મચારી સંક્રમિત થયા

કોરોનાને પગલે પોરબંદર પીજીવીસીએલનો 20 ટકા સ્ટાફ ઘરે રજા પર છે. અત્યાર સુધીમાં 5 કર્મીના મોત થયા છે. જ્યારે 71 કર્મી સંક્રમિત થયા હતા. 82 કર્મીઓના પરિવારજનો સંક્રમિત છે.પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર નાગાજણભાઈ પરમારે જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુ અને આવશ્યક ચીજો સિવાયની દુકાનો દિવસ દરમ્યાન પણ બંધ છે જેથી મોટાભાગના લોકો ઘરે રહે છે. હાલ ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે ત્યારે વીજ કાપ કે વીજ ફોલ્ટ ન સર્જાય તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે પીજીવીસીએલનો 20 ટકા સ્ટાફ ઘરે રજા પર છે. કોરોનાને પગલે 5 કર્મીઓના મૃત્યુ થયા છે.

જેમાં ઉધોગનગર કચેરીના લાઈન ઇન્સ્પેકટર, લાઈનમેન, સીટી ડિવિઝનના લાઈનમેન, મીટર રીડર અને બગવદરના સિનિયર આસિસ્ટન્ટનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે પીજીવીસીએલના 71 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેમાંથી હાલ 26 કર્મી રજા પર છે. ઉપરાંત પીજીવીસીએલના 82 કર્મીઓના પરિવારજનો કોરોના પોઝિટિવ હોવાથી તેઓ રજા પર છે. જેથી જિલ્લાના 616 કર્મી માંથી 127 કર્મી ઘરે રજા પર છે. આમ 20 ટકા સ્ટાફ ઘરે છે. આથી જે વિસ્તારમાં વીજ ફોલ્ટ સર્જાય તો જે કર્મીઓ છે તેઓ દ્વારા ફોલ્ટ રીપેર માટે કામગીરી કરવામાં આવે છે. આમછતાં મોડું થાય તો ગ્રાહકોએ સહકાર આપી ધીરજ રાખવા અધિકારીએ અપીલ કરી છે.

પીજીવીસીએલ કર્મીઓ માટે કમિટી બનાવી
કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે પીજીવીસીએલ કર્મીઓ દ્વારા કમિટી બનાવવામાં આવી છે. જેમાં કર્મીઓ દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ કર્મીઓને કે તેમના પરિવારજનોને તુરંત ડોકટરી સેવા, લેબ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન, ટિફિન વ્યવસ્થા મા સહાયતા કરી શકે તે માટે કમિટી બનાવી વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે જેથી પીજીવીસીએલના કર્મીઓને કે તેમના ફેમિલીને તાકીદે મદદ અને વ્યવસ્થા ઉભી કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...