તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:જિલ્લામાં 24 કલાકમાં 2 થી 5 ઈંચ વરસાદ: શહેરમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઇ ગયા હતા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વીજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ વરસ્યો
  • પોરબંદરમાં પોણા 3, રાણાવાવમાં 5, કુતિયાણામાં સાડા 4 ઇંચ વરસાદ

જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી વરસી રહેલા વરસાદે ગઇકાલ સાંજથી આજ સાંજ સુધીમાં સમગ્ર જિલ્લામાં વધુ ૨ થી ૩ ઈંચ વરસાદ વરસાવી દેતા, સમગ્ર જીલ્લો ફરી ચોમાસામય બની ગયો છે. પોરબંદર જિલ્લામાં આ ચોમાસે મનમૂકીને વરસેલા વરસાદે સમગ્ર જીલ્લામાં સરેરાશ 100 ટકાની આસપાસ વરસાદ વરસાવી દીધો છે. થોડા દિવસો મેઘરાજાનો વિરામ રહ્યા બાદ છેલ્લા ૩ દિવસોથી સમગ્ર પોરબંદર જિલ્લામાં ફરી વરસાદી માહોલ રચાતા રોજ ૨ થી 3 ઈંચ વરસાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં નોંધાઇ રહ્યો છે.

સૂર્યનારાયણના દર્શન થયા ન હતા
ગઇકાલે સાંજે 6:00 વાગ્યાથી આજે સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં વરસાદ વરસતા પોરબંદરમાં 49 મીમી, રાણાવાવમાં 73 મીમી અને કુતિયાણામાં 71 મીમી વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયો છે. પોરબંદર શહેરમાં ગઇકાલે રાત્રીના 10:00 વાગ્યા સુધી નહિવત ઝાપટા સ્વરૂપે પડેલા વરસાદે રાત્રીના વિજળીના કડાકા-ભડાકા સાથે વરસવાનું શરૂ કરતા જોતજોતામાં સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા હતા, અને આજે સવારથી પણ હળવા ઝાપટા વરસવાનું ચાલુ રહેતા આખો દિવસ ઢાંકલુ રહ્યુ હતુ અને સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. તસવીર -નિકુંજ ચૌહાણ

ખેતરોમાં પાણી ભરાઇ જતાં મગફળી મોડી પાકશે આ ચોમાસે મગફળી વાવી દીધા બાદ હજુ સુધી વરસાદ પડવાનો ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે જેના લીધે મગફળી તૈયાર થવામાં વધુ સમય લાગશે તેવું જણાઇ રહ્યુ છે. > રસીક પાઠક, ખેડુત, શ્રીનગર

  • જિલ્લામાં મોસમનો કુલ વરસાદ

તાલુકો વરસાદ(ઈંચ)
પોરબંદર ૩૧.૯૨
રાણાવાવ ૩૬.૬૪
કુતિયાણા ૩૮.૧૬

અન્ય સમાચારો પણ છે...