પોરબંદર:પાલિકાના પૂર્વ સભ્ય ભલા મૈયારીયાના ઘર પર 2 રાઉન્ડ ફાયરિંગ, મિત્રને ગોળી વાગતા રાજકોટ ખસેડાયો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત મોડી રાતે પાલિકાના પૂર્વ સભ્ય ભલાભાઈ મેયારીયાના ઘરમાં ફાયરિંગ કર્યું હતું - Divya Bhaskar
ગત મોડી રાતે પાલિકાના પૂર્વ સભ્ય ભલાભાઈ મેયારીયાના ઘરમાં ફાયરિંગ કર્યું હતું
  • પાલિકાના પૂર્વ સભ્યના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી

પોરબંદરમાં ગત મોડી રાતે મિલપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. પાલિકાના પૂર્વ સભ્ય ભલા મૈયારીયાના ઘર પર રાજુ રાણા ઓડેદરા દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પાલિકાના પૂર્વ સભ્ય ભલા મૈયારીયાના મિત્ર પ્રશાંત સીસોદીયાને ગોળી વાગતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને પગલે પૂર્વ પાલિકા સભ્ય ભલાભાઈ મૈયારીયાના પત્નીએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
ઘટનાની વિગત અનુસાર સાતમ-આઠમના તહેવાર પર રાજુ રાણા ઓડેદરા નામના શખ્સે પાલિકાના પૂર્વ સભ્ય ભલાભાઈ મૈયારીયાને જાહેરમાં ગાળો કાઢી હોવાનું જાણવા મળતા ભલા મૈયારીયાએ રાજુ રાણાને ફોન કર્યો હતો. ત્યારે ફોન રાજુની પત્નીએ ઉપાડ્યો હતો. જેનું મનદુ:ખ રાખીને ગત મોડી રાતે કારમાં આવેલા રાજુ રાણા ઓડેદરાએ ભલા મૈયારીયાના ઘરે પહોંચી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે દરમિયાન ભલા મૈયારીયાના મિત્ર પ્રશાંત સિસોદિયાને પડખાના ભાગે ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે ભલા મૈયારીયાના પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.