તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જિલ્લામાં દારૂનું વેંચાણ કરતા 2 શખ્સ ઝડપાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો શખ્સ ઝડપાયો

પોરબંદર જિલ્લામાં પોલીસે ૨ અલગ અલગ દરોડા પાડીને 1 શખ્સને વિલાયતી શરાબ સાથે અને અન્ય 1 શખ્સને દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા સબબ ઝડપી લઇ, રૂ. ૪,૫૨૫ નો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણાના દેવંગી સર્કલ પાસેના રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન ત્યાંથી પસાર થતો ધ્રુવાળા ગામનો પ્રતાપ માલદે ઓડેદરાને રોકીને તલાસી લેતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની ૮ નંગ બોટલો સાથે કુલ રૂ.૧૬૦૦ ના મુદામાલ સાથે તેને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુલ રૂ. ૨,૯૨૫ નો મુદામાલ કબ્જે
તો બીજી તરફ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાં આવેલ કડીયાવારા ડુંગરની ધાર પર દરોડો પાડીને ફુવારાનેસમાં રહેતો ગોગન રૂડા કોડીયાતરને દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લીધો હતો અને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો ૪૦૦ લીટર, બેરલ નંગ-૨, બોઇલર તથા ફીલ્ટર સહિત દેશીદારૂ ૨૦ લીટર મળીને કુલ રૂ. ૨,૯૨૫ નો મુદામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...