વિવાદ:બોખીરા વિસ્તારમાં 2 શખ્સોને માર મારી ઘરમાં આગ લગાડી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ફટાકડા ફોડવાની બાબતે ડખ્ખો સર્જાયો

પોરબંદર શહેરમાં દિવાળીના પર્વ ટાણે જ ફટાકડા ફોડવાની બાબતે 5-6 શખશોએ બોખીરા વિસ્તારમાં ડખ્ખો કર્યો હતો અને 2 શખ્સોને માર મારીને એક શખ્સના ઘરમાં આગ લગાડી દેતા તેની ઘરવખરી બળી ગઇ હતી.

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રહેતા નિતીન ચીમનભાઇ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 24-10-2022 ના રોજ રાત્રીના સમયે આનંદ રાજુ કોડીયાતર અને બીજા અજાણ્યા 5 થી 6 શખ્સો છુટા ફટાકડા અને રોકેટો છોડતા હોય જે નિતીનભાઇના ઘર પાસે આવતા હોય નિતીનભાઇએ આ શખ્સોને છુટા ફટાકડા ફોડવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે નિતીનભાઇને ગાળો કાઢી હતી અને તેમને ગાળો કાઢવાની ના પાડતા આ શખ્સોએ અન્ય શખ્સોને બોલાવીને 6-7 જણાએ મળીને નિતીનભાઇ તથા સાહેદ ચીમનભાઇને માર માર્યો હતો.

તથા નિતીનભાઇના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. ફરી બીજા દિવસે બપોરના સમયે ચીમનભાઇ વાઘેલાના ઘરે આનંદ કોડીયાતરના સાથી/મળતીયાઓએ આનંદ કોડીયાતર વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ કરી હોવાનું મનદુ:ખ રાખીને ચીમનભાઇના ઘરમાં પ્રવેશ કરીને તેમના ઘરમાં જલદ પ્રવાહી છાંટીને આગ લગાડી દીધી હતી.

જેથી હોલમાં રહેલ સોફાસેટ, ટીવી, દિવાલ ઘડીયાળ, ઇલેકટ્રીક બોર્ડનું વાયરીંગ, છતનું પીઓપી વગેરે સળગી ગયા હતા અને રૂ. 60,000 નું નુકસાન થયું હતું. આ અંગે બાદલ ચીમનભાઇ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના PSI કે. એન. અઘેરાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...