તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:2 શખ્સે ધમકી આપતા શિશલીના યુવાને આત્મહત્યા કરી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના મનદુઃખમાં 2 શખ્સોએ મરનારને ધમકીઓ આપી હતી

શીશલી ગામના યુવાનને અગાઉ થયેલા જૂના મનદુઃખને લઈને 2 શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્રાસથી કંટાળી યુવાને આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાના શીશલી ગામના કચરાભાઈ મુરૂભાઈ ઓડેદરાએ ફરિયાદ કરી છે કે તેમના કાકા ગીગા લાખા ઓડેદરાને જમીનમાં ઇલેક્ટ્રીક કનેક્શન લેવા બાબતે અગાઉ તે જ ગામના રાજુ ભીમાભાઈ મોઢવાડિયા તથા તેના ભાઈ અને પિતા સાથે ઝગડો થયો હતો અને જે પ્રકરણમાં કચરાભાઈ ઓડેદરા, કચરાભાઈના ભાઈઓ તથા કચરાભાઈના કાકા સામે 307 મુજબ ફરિયાદ થઈ હતી અને સામી ફરિયાદો પણ કરવામાં આવી હતી.

જે બાબતનું મનદુઃખ રાખી રાજુ ભીમાભાઈ મોઢવાડિયા તથા વિક્રમ મેરામણભાઈ મોઢવાડિયાએ રાણા મુરૂભાઈ ઓડેદરા અને ગીગા લાખાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ ધમકી આપી ત્રાસ આપવાનું ચાલુ રાખતા આ ત્રાસથી કંટાળીને રાણા મુરૂભાઈ ઓડેદરાએ રવિવારે સવારના સમયે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત નીપજયું હતું. આ ફાઇયાદ સબબે ગુન્હો નોંધી વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહિલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...