તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહારાષ્ટ્રમાંથી 2 સગીરાને ભગાડી જનાર 2 શખ્સ રાણાકંડોરણાં વાડીમાંથી ઝડપાયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિજામપુરની પોલીસ તપાસ માટે રાણાવાવ આવી હતી, પોલીસે વોંચ ગોઠવી ઝડપી લીધા

મહારાષ્ટ્ર રાજ્યાના ધુલીયા જિલ્લામાંથી 2 સગીરાને તેના 2 પ્રેમીએ ભગાડી રાણા કંડોરણા વાડી વિસ્તારમાં રહેતા હતા આ બન્ને સગીરા અને તેના પ્રેમી શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી લીધા છે.

રાણાવાવ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યની નિજામપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નિજામપુર પોલીસ મથકમા નોંધાયેલ અપહરણના ગુન્હાના આરોપીઓની તપાસમાં રાણાવાવ પોલીસ મથક ખાતે આવેલ, જેથી જરૂરી પોલીસ સ્ટાફ મદદમાં ફાળવી રાણાવાવ પોલીસ મથકના પોલીસને બાતમી મળતા જરૂરી વોચ ગોઠવી આ ગુન્હામાં અપહરણ થયેલ બન્ને સગીરબાળાઓ તથા બન્ને આરોપીઓને રાણાકંડોરણાગામના વાડી વિસ્તાર માંથી શોધી કાઢી અપહરણ થયેલ સગીરબાળાઓ તથા આરોપીઓને મહારાષ્ટ્ર રાજ્ય ધુલિયા જિલ્લા નિજામપુર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફને સોંપી આપવામાં આવ્યા છે.

આ બન્ને શખ્સો સગીરાને 1 વર્ષ પહેલા ભગાડી અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને રાણા કંડોરણા વાડી વિસ્તારમાં તેઓ દોઢ માસથી આવ્યા હતા. અહીં મજૂરીકામ કરતા હતા તેવું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...