ચોરી:2 શખ્સો ફરી યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ચોર એક્ટિવ : તંત્ર નિંદ્રાધીન
  • પોરબંદરમાં​​​​​​​ આજે ફરી મોબાઇલ ચોર ત્રાટક્યા

પોરબંદરમાં થોડા દિવસ પહેલા પોલીસે ત્રણ મોબાઇલ ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી લીધી હતી. ત્યારબાદ ગઇકાલે મોબાઇલ ચોરીની ઘટના બની હતી અને આજે ફરીથી ખીજડી પ્લોટ પાસેથી પરથી 2 શખ્સો 1 યુવકના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરમાં ઝુંડાળા મીલપરા વિસ્તારમાં રહેતા ભરત મેરૂભાઇ આગઠે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાત્રીના સમયે તેઓ ખીજડી પ્લોટ પાસે કેતન જનરલ સ્ટોરની પાસે ઉભીને મોબાઇલ ફોનમાં વાત કરતો હતો ત્યારે 2 શખ્સો મોટર સાઇકલ પર આવીને તેમનો મોબાઇલ ફોન કિંમત રૂ. 13999 નો ઝુંટવીને નાસી છૂટયા હતા. આ અંગે ભરતભાઇએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એન. ડી. વાજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...