કાર્યવાહી:વર્લ્ડ કપના સેમી ફાઇનલ મેચ પર જુગાર રમાડતા 2 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ સામે સિતારામ નગર નંદ ઉપવન એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો
  • પોલીસે બેટીંગનો સામાન સહિત કુલ રૂા. 43120 નો મુદ્દામાલ કબજે કર્યો

પોરબંદર શહેરમાં એરપોર્ટની સામે સિતારામ નગર નંદ ઉપવન નામના એપાર્ટમેન્ટમાં ગઇકાલે ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ પર ઓનલાઇન બેટીંગ લઇને જુગાર રમાડતા 2 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી બેટીંગનો સામાન તથા રોકડ મળી કુલ રૂ. 43120 નો મુદામાલ કબજે કર્યો હતો.

ટી-20 વર્લ્ડ કપની ગઇકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઇનલ મેચ પર એરપોર્ટની સામે સિતારામ નગર નંદ ઉપવન નામના એપાર્ટમેન્ટના ફલેટ નં. 704 માં પ્રકાશ સાજણભાઇ ઓડેદરા તથા મીતેષ દેવાભાઇ ઓડેદરા નામના શખ્સો મોબાઇલ, નોટબુક, લેપટોપ પર ક્રિકેટ મેચનો હારજીતનો જુગાર રમાડતા પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ ફલેટમાંથી મોબાઇલ ફોન, લેપટોપ, ટીવી તથા સાંકેતિક ભાષામાં લખેલી એક નોટબુક કબજે કરી હતી.

આ નોટબુકમાં સટ્ટો રમાડનાર પ્રકાશ ઓડેદરા, મીતેષ ઓડેદરા સહિત 12 શખ્સોના નામ તથા મોબાઇલ નંબર પરથી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ગુન્હો નોંધ્યો હતો. પોલીસે આ જગ્યાએથી કુલ રૂ. 43120 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આ લોકો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ LCB ના હે.કો. જી. એસ. મકવાણાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...