પોરબંદરના રાણાવાવમાં રહેતા વિનોદભાઇ હેમરાજભાઇ પરમાર આર.ટી.આઇ. એકટીવીસ્ટ સંગઠનમાં પ્રમુખ તરીકે સેવા બજાવે છે અને વર્ષ 2019 માં કરીમ ડી. પીરજાદાનું નોટરી તરીકેનું લાયસન્સ પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં તે નોટરી અધિકારી તરીકે લોકોને સોગંદનામાઓ કરી આપીને લોકો સાથે છેતરપીંડી કરતો હતો.
વિનોદભાઇએ આ અંગે ફરીયાદ કરીને ગુન્હો દાખલ કરેલ હતો આ બાબતનું મનદુ:ખ રાખીને કરીમ પીરજાદાના પુત્ર મુનીર કમીર પીરજાદા અને ઇમ્તીયાઝ દાદમીયા પીરજાદા નામના શખ્સોએ વિનોદભાઇને ભુંડીગાળો કાઢી લાકડીઓ વડે માર માર્યો હતો. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના ASI એસ. એન. બાપોદરાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.