તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:અડવાણાના PHCમાં 2 દર્દીના મોત, 11 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 એપ્રિલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે
  • ઓક્સિજનની સુવિધા ધરાવતો માત્ર એક જ બેડ

અડવાણાના પી.એચ.સી. સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે જેમાં અત્યાર સુધીમાં 11 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. બરડા વિસ્તારના ગામડાઓમાં કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ગત 14 એપ્રિલના રોજ અડવાણાના પી.એચ.સી. સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે સેન્ટરમાં આસપાસના 15 થી 20 ગામના ગ્રામજનોને લાભ મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 13 દર્દીઓની સારવાર માટે અડવાણાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાથી 11 દર્દીઓને સારું થઈ જતાં રજા આપી દેવામાં આવી છે જ્યારે 2 દર્દીઓના મોત નિપજ્યાં છે. હાલ ઑક્સીજનની સુવિધા વાળો માત્ર 1 જ બેડ છે જેથી ઑક્સીજનની જરૂરિયાત સાથે વધુ દર્દીઓ આવે ત્યારે મુશ્કેલી પડે છે, પરંતુ જો અહી ઓક્સિજનની સુવિધા વાળા બેડમાં વધારો કરવામાં આવે તો વધુ માત્રામાં દર્દીઓને સારવારનો ફાયદો મળી શકે તેમ છે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...