શહેર માંથી ઓરી અંગેના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે ત્યારે આ બન્ને બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ ખાતે ખાસ વોર્ડ ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં ઓરી ના કેસ સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા ઓરીના શંકાસ્પદ 15 દર્દી માંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને બાદ તાજેતરમાં વધુ 2 દર્દીમાં ઓરીના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ બન્ને બાળ દર્દી સુભાષનગર વિસ્તારના છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પણ આ અંગે ગંભીરતા દાખવી સર્વે કામગીરી હાથ ધરી છે. આ બન્ને બાળ દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ આવશે ત્યાં સુધી રાખવામાં આવશે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવા ઓરી, નુરબીબી સહિતના રોગના બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ફાળવવો જોઈએ તેવી સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. નિલેશ મકવાણાને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.