વિધાનસભા સામાન્ય ચુંટણી અન્વયે વધુ 2 શખ્સની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા અને સુરત જેલ ખાતે ધકેલી દીધા છે. પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સીધી સુચના હેઠળ પોરબંદર જિલ્લામાંથી માથાભારે શખ્સોની પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને કિર્તીમંદિર પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં સંડોવાયેલ પંચહાટડી પાણીના ટાંકા પાસે રહેતો આરોપીઓ ભાવિન ઉર્ફે ભેદરૂ કિશોર શેરાજી અને બોખીરા રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ ચંદ્રેશ માવજી કોટીયા વિરૂધ્ધમા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.બી.ધાંધલ્યાએ બન્નેની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા આ શખ્સોને પાસા હેઠળ વડોદરા, સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઈ એચ. કે. શ્રીમાળીએ શખ્સોની પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા અને સુરત ખાતે મોકલી આપેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.