જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ:પોરબંદરમાં વિધાનસભા સીટની ઉમેદવારી માટે વધુ 2 ફોર્મ ઉપડ્યા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણામાંથી વધુ 9 ફોર્મ ઉપડ્યા, એકપણ ઉમેદવારી ફોર્મ રજૂ થયું નથી

પોરબંદર વિધાનસભા સીટ માટે વધુ 2 ફોર્મ ઉપડ્યા છે જ્યારે કુતિયાણા માંથી 9 ફોર્મ ઉપડ્યા છે. એકપણ ઉમેદવારી ફોર્મ રજૂ થયું નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભા સીટ માટે બુધવારે પોરબંદર માંથી 2 ફોર્મ ઉપડ્યા હતા જ્યારે કુતિયાણા બેઠક પરથી 9 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.

એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. આગામી તા. 14 નવેમ્બર સુધી પોરબંદર અને કુતિયાણા એમ બન્ને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. રજાનો દિવસ બાદ કરતા ચાર દિવસમાં પોરબંદર વિધાન સભા સીટ માટે કુલ 36 ફોર્મ ઉપડ્યા છે જ્યારે કુતિયાણા માંથી કુલ 23 ફોર્મ ઉપડ્યા છે.

જાહેર અને ખાનગી મિલકતો પરથી 1945 બેનર તથા પોસ્ટર દૂર કરાયા
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યભરમાં આચારસંહિતા અમલમાં છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં આચારસંહિતાની અમલવારી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા ચૂંટણી-2022 આચારસંહિતા અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં આચારસંહિતા અમલી થયા બાદ અત્યાર સુધી જાહેર અને ખાનગી મિલકતો પરથી જુદા-જુદા રાજકીય પક્ષોના 1945 બેનર, પોસ્ટર અને વોલ પેઈન્ટીંગ દૂર કરવામાં આવ્યા છે.

આચારસંહિતાની અમલવારી માટે જાહેર માર્ગો તેમજ મિલકત ઉપરાંત ખાનગી મિલકતો પરથી પ્રચારની સામગ્રી જેવી કે બેનર, ઝંડી, પતાકા ઉતારી દેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આવતા જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દીવાલો પરના લખાણો ભૂંસવામાં આવેલ છે. તેમજ પ્રચારાત્મક સામગ્રી દુર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...