વધુ 2 બિલ્ડિંગ સીલ:ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોય તેવા વધુ 2 બિલ્ડિંગ સીલ કરાયા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોય તેવા વધુ 2 બિલ્ડિંગ સીલ કરાયા

પોરબંદર પાલીકા તંત્રએ લાલ આંખ કરી છે અને ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોય તેવા વધુ 2 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા છે. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં 115 જેટલી બહુમાળી બિલ્ડિંગ આવેલ છે જેમાં ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર સેફ્ટી અંગે એનઓસી મેળવેલ નથી જેથી તંત્ર દ્વારા 115 જેટલા બહુમાળી બિલ્ડિંગના જવાબદારોને આખરી નોટીશ આપી હતી.

તાજેતરમાં 2 બહુમાળી બિલ્ડીંગના દરવાજા સીલ કર્યા બાદ આજે શુક્રવારે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં વાડીપ્લોટ વિસ્તારમાં આવેલ મિલેનિયમ ટાવર એપાર્ટમેન્ટના દરવાજાઓમાં તથા ચંદન ફ્લેટના દરવાજામાં સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરી રાજકોટના રીજ્યોનલ ફાયર ઓફિસર ની સૂચનાથી અને પોરબંદર ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જો આગામી સમયમાં પણ રાજકોટની સૂચના મુજબ પોરબંદરમાં અન્ય બહુમાળી બિલ્ડિંગો કે જેમાં ફાયર સેફ્ટી અંગેનું એનઓસી નથી તેવા બિલ્ડિંગોમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવશે અને સૂચના મુજબ પાણી અને ગટર કનેક્શન કટ કરવા અંગેની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...