બખરલા નજીકથી 2 પરપ્રાંતીય શખ્સને ચોરી કરેલ બાઇક સાથે એસઓજીએ ઝડપી લીધા હતા. શખ્સોએ 10 જેટલા ઘરફોડ ચોરી કર્યાનું કબુલાત આપતા વિવિધ જિલ્લા માંથી 10 ચોરીના ભેદ ઉકેલાયા છે.
એસઓજી પીઆઇ કે.આઇ જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ અને ટીમએ ચોક્કસ બાતમી મળી હતી કે, બખરલાથી માલદેવાળી સીમ તરફ જતા રસ્તે ચોરી નુ બાઇક લઇને 2 શખ્સ પસાર થશે જેથી આ સ્થળે વોંચ રાખી બાઇક લઈને પસાર થતા મધ્યપ્રદેશના વેસુ ભંગડા શીંગાડ અને દીપુ કારુભાઇ શીંગાડને ઉભા રાખી પોકેટકોપ ની મદદથી જોતા આ બાઇક મોરબી સનાળા ચોકડી થી પંચાસર રોયલટેક્ષ ગાર્ડન પાસેથી ચોરી કરેલ હોવાનું જાણવા મળતા બન્ને પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધા હતા અને પૂરછપરછ કરતા મોરબી જિલ્લા માંથી 4, રાજકોટ શહેર મા 2 ,ઉપલેટામાં 1, જામકંડોરણા માંથી 1, ભાવનાગર માંથી 2, દાહોદ પોલીસ મથકમાં 1 એમ કુલ 10 ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આ આરોપીઓ પાસેથી કી.રૂ 1,25,000નું બાઇક કબ્જે કરી, આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને ઘરફોડ ચોરીઓની જાણ જેતે જિલ્લામાં કરવામાં આવી છે.
આરોપીનો ગુન્હાહિત ઇતીહાસ
આજથી આશરે એક વર્ષ પહેલા જામનગર ખાતે વેસુ ભંગડાભાઇ સીંગાડએ ઘરફોડ ચોરીમા પકડાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.