પોરબંદર શહેરના દરિયામાંથી ગુજરાત પોલીસની ઇન્ટરસેપ્ટર બોટની સૂચનાના આધારે વન વિભાગ અને કોસ્ટગાર્ડે મધદરિયેથી શાર્કનો શિકાર કરતી એક શિકારી ગેંગની ઝડપી લીધી હતી. આ શિકારી ગેંગના 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાતનો દરિયા કિનારો અત્યંત સંવેદનશીલ ગણાતો હોય આ દરિયામાં અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે પોરબંદરથી 12 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડોલ્ફિન માછલીઓનો શિકાર કરતી એક પરપ્રાંતીય ગેંગને પોરબંદર વન વિભાગ તથા દ્વારા પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધી હતી.
આ બોટમાંથી 10 જેટલા આરોપીઓ ને 22 જેટલી મૃત ડોલ્ફિન સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. વન વિભાગ દ્વારા આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે હાલ વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને આ 2 દિવસના રિમાન્ડમાં હજુ આ દરિયામાં કેટલી ગેંગ સક્રિય છે તેની પણ વિગતો બહાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.