આધુનિક સુવિધા:2 કરોડના 2 ફાયર વાહનો આધુનિક સુવિધાથી સજ્જ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટર બાઉઝર વાહન મોનીટરમાંથી 4 મિનિટમાં 12 હજાર લિટર પાણીનો મારો ચલાવી શકે છે
  • મીની ફાયર ટેન્ડર વાહન પણ ફુલ્લી સેન્સરથી સજજ છે

સરકાર દ્વારા રૂ. 2 કરોડના ફાળવાયેલ 2 ફાયર વાહનોમાં આધુનિક સુવિધા છે. વોટર બાઉઝર વાહન મોનીટર માંથી 4 મિનિટમાં 12 હજાર લિટર પાણીનો મારો ચલાવી શકે છે.મીની ફાયર ટેન્ડર વાહન પણ ફુલ્લી સેન્સરથી સજજ છે. રાજ્ય સરકારના રાજ્ય અગ્નિ નિવારણ સેવા કચેરી દ્વારા પોરબંદરને 2 ફાયરના વાહનો ફાળવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ ગઇકાલે કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતુંકે, આ બન્ને ફાયર વાહનો અતિ આધુનિક છે. વોટર બાઉઝર વાહન રૂ. 1.20 કરોડનું છે અને આ વાહનમાં 12 હજાર લિટર પાણીની કેપેસિટી છે.

આ વાહનના મોનીટર માંથી 4 મિનિટમાં 12 હજાર લિટર પાણીનો મારો ચલાવી શકાય તેવી ક્ષમતા છે. આ વાહન ફુલ્લી સેન્સર છે. જેમાં સ્મોક સેન્સર, એન્જિન, ટેમ્પ્રેચર, પ્રેશર, વોલ્યુમ સેન્સર આવેલ છે. 100 લીટર ફોમ સાથે પેટ્રોલિયમ ફાયરમાં પણ ઉપયોગી, તમામ પ્રકારની અલગ અલગ ફાયરમાં ઉપયોગી બ્રાન્ચ પાઇપ, 150 મીટર હોસ પાઇપ - હોસ રિલ, 40 ફૂટથી રેસ્ક્યું કરી શકાય તેવી લેડર, હેવી ફાઇટર માટેનું મોનીટર, હેલ્મેટ, સેફ્ટી શૂઝ, આગમાં ફાયર ફાઇટિંગ તથા રેસ્ક્યુ કરી શકાય તેવા બી.એ. સેટ તથા તે અંગેના સાધનો કીટ અને સગવડતા સાથે ફાળવવામાં આવ્યું છે. મીની ફાયર ટેન્ડર રૂ. 80 લાખની કિંમતનું છે. આ વાહનમાં પણ સેન્સર સહિતની સુવિધા છે. નાની ગલીઓમાં જઈ શકે છે અને આ વાહનમાં 2 હજાર લિટર પાણીની કેપેસિટી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...