કોરોના અપડેટ:જિલ્લામાં 24 કલાક દરમ્યાન કોરોનાના 2 કેસ સામે આવ્યા

પોરબંદરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં 5 કેસ એક્ટિવ

પોરબંદરમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે 24 કલાકમાં 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.જિલ્લામાં હાલ 5 કેસ એક્ટિવ છે. જિલ્લામાં 9 માસ બાદ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે ત્યારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 675 દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલા અને મોઢવાડા ગામે રહેતા 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 4385 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. હાલ જિલ્લામાં 5 કેસ એક્ટિવ છે જેમાંથી પાંચેય દર્દી સરકારી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. અત્યાર સુધીમાં કુલ 452595 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...