તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:બીલ વગરના 4 મોબાઈલ ફોન સાથે 2 શખ્સ ઝડપાયા, લીમડાચોક વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝબ્બે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર પોલીસે શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી રૂ. ૩૮,૦૦૦/- ની કિંમતના એવા બીલ વગરના કુલ ૪ મોબાઇલ ફોન સાથે ૨ શખ્સોને ઝડપી પાડ્યા હતા. હાલ પોરબંદર પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેરના લીમડાચોક શાકમાર્કેટ પાસે ૨ શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે તેમની તલાશી લેતા રૂ.૩૮,૦૦૦/- ની કિંમતના કુલ ૪ મોબાઈલ ફોન મળી આવ્યા હતા,

જેથી પોલીસે આ ફોનના બીલ અંગે શખ્સોની પૂછપરછ કરતા કર્લી રિવરફ્રન્ટ પાસેની ઝુંપડપટ્ટીમાં રહેતા કિશન માલદે પરમાર અને તેની સાથે રહેતો મુળ જામનગરના હાપા ગામનો ચંદા મગન પરમાર હોવાનું બહાર આવ્યું હતું અને મોબાઈલના બીલ રજૂ ન કરી શકતા અને પૂછપરછમાં આ ચારેય મોબાઈલ ફોન ચોર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આ બન્ને શખ્સો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો