તંત્ર દ્વારા કાર્યવાહી:ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોય તેવા 2 એપાર્ટમેન્ટ સીલ કરાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિઝનલ ફાયર ઓફિસરની સુચના મુજબ પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

પોરબંદરમાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોવાના કારણે 2 એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યા છે. આરએફઓ રાજકોટની સૂચના મુજબ પોરબંદર પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

સુરતમાં આગની ઘટના બાદ સરકાર સફાળી જાગી હતી અને બહુમાળી બિલ્ડીંગો તેમજ શાળા, હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો રાખવા તેમજ એનઓસી મેળવી લેવા કવાયત હાથ ધરી હતી. પોરબંદરમાં પણ પાલિકા તંત્ર દ્વારા સર્વે કરી નોટિસો પાઠવવામાં આવી હતી. રિઝનલ ફાયર ઓફિસર રાજકોટની સૂચનાથી પોરબંદરમાં બે એપાર્ટમેન્ટમા સીલ મારવામાં આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડ વિભાગના વાયરલેસ ઓફિસર અભય મહેતા, આનંદ કુંડલીયા સહિતની ટીમે ખાખચોક વિસ્તારમાં આવેલ સમર્પણ એપાર્ટમેન્ટના એક ગેઇટમાં સીલ માર્યું હતું અને વાડિપ્લોટ વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટ ના એક ગેઇટમાં સીલ માર્યું હતું.

અભય મહેતાએ જણાવ્યું હતું કે આરએફઓ રાજકોટની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાવ સરકારી ત્રણ સ્કૂલમાં સીલ મારવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં ફાયર સેફટી અંગેનું એનઓસી ન હતું. હાલ આ સ્કૂલ ખાતે ફાયર સેફટી અંગેની પ્રોસીઝર શરૂ કરી દેતા ટેમ્પરરી સીલ ખોલી નાખવામાં આવ્યા છે તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...