પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે તારીખ 8 જાન્યુઆરીના રાત્રિના 9 વાગ્યાના સમયે મોઢવાડા ગામે રહેતો મુકેશ મેપાભાઇ પાંડાવદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં તેમના ઘરની બહાર તેમના ભત્રીજા રોહિત અને કૌટુંબીક કાકાનો દીકરો ધર્મેશ મસ્તી કરતા હતા.
જે બાબત બંને વચ્ચે ઝપાઝપી થતા અને માર મારતા મુકેશ વચ્ચે પડ્યો હતો તે દરમિયાન કૌટુંબીક કાકાનો દીકરો દિપક લાકડાનું બળતણ લઈને માથાની ડાબી સાઈડના કાન ઉપર ના ભાગે ઘા મારતા મુકેશને લોહી નીકળવા લાગેલ અને આજુબાજુ માણસો ભેગા થઈ જતા તે નાશી ગયો હતો.
ઈંજા પહોંચતા મુકેશને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ભરત ઉર્ફે ધર્મેશ વજશી પાંડાવદરા તેમજ દિપક વજશી પાંડાવદરા સામે ફરિયાદ નોંધાવતા બગવદર પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. તસવીર-ધીરુભાઈ નિમાવત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.