તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેટરનરી ડિસ્પેન્સરી:1962 પશુ દવાખાનામાં 1 વર્ષમાં 13762 પશુને સારવાર અપાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1120 ઇમરન્સી, 12642 શિડ્યુલ કેસનો સમાવેશ થાય છે

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તેમજ જીવીકે EMRI દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી 1962 એમ્બ્યુલન્સ જે પશુઓને તમામ પ્રકારની સારવાર તદ્દન નિઃશુલ્ક આપે છે. આ સેવાનો લાભ એક વર્ષ દરમ્યાન હજારો પશુપાલકો લઈ ચૂક્યા છે.

1 વર્ષ પૂર્ણ થતાં જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. એસ બી કુનાડિયા, 1962 અને 10 MVD ના પીએમ ડો. જતીન સંચાણીયા, પીસી મિલન જાની તેમજ ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક અને પાયલોટ ની હાજરીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

આ દસ ગામ દીઠ એક પશુ દવાખાનું પોતાના મુખ્ય મથક ઉપરાંત અન્ય 9 ગામમાં રૂટિન સેવા આપે છે તેમજ ઇમરજન્સીના સંજોગોમાં 10 ગામ પૈકીના કોઈપણ ગામમાં 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરતા તાત્કાલિક સ્થળ પર પશુ ચિકિત્સક પહોંચી ને જરૂરી તમામ સારવાર પૂરી પાડે છે.

હાલ પોરબંદર જિલ્લા ના વિવિધ તાલુકાઓ માં આવા કુલ 5 અને સમગ્ર ગુજરાતમાં 430 ફરતા પશુ દવાખાના કાર્યરત છે જેના દ્વારા છેલ્લા એક વર્ષમાં પોરબંદર જિલ્લામાં કુલ 13762 પશુઓની સારવાર અપાયેલ છે. જેમાં 1120 ઈમરજન્સી તેમજ 12642 શિડયુલ કેસ નો સમાવેશ થાય છે તેવું આ તકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...