તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જિલ્લામાં જુદા- જુદા સ્થળ પરથી જુગાર રમતા 19 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દરોડા પાડી કુલ રૂા. 92150 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

પોરબંદરમાં શ્રાવણ માસ ચાલતો હોય જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ચાલી છે ત્યારે પોરબંદર પોલીસે જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ દરોડા પાડીને 19 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે 92150 નો મુદામાલ કબજે કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરના નવાપરા વિસ્તારમાંથી રાજુ નાગાભાઇ દાસા, દેવા મેણંદભાઇ ખુંટી, ભોજા મુળુભાઇ ગોઢાણીયા અને વિશાલ રાજુભાઇ દાસા નામના 4 શખ્સોને જાહેરમાં જુગાર રમતા પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 27520 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે પોરબંદરના કુતિયાણા તાલુકાના માલ ગામેથી દેવસી ઉર્ફે કારા કેશવભાઇ ઓડેદરા, રામા નેભાભાઇ ઓડેદરા, લીલા રામાભાઇ ખુંટી, સંજય ભીમાભાઇ ઓડેદરા, સરમણ કરશન બાપોદરા અને મેરામણ કરશન કોડીયાતર નામના 6 શખ્સોને જાહેરમાં જુગાર રમતા પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 43200 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે પોરબંદર તાલુકાના પાતા ગામેથી જેતી જીવાભાઇ મોકરીયા, દેપા ખીમાભાઇ ભુતિયા, વેજા મેરૂભાઇ મોકરીયા, ભરત માલદેભાઇ મોકરીયા, લીલા ઉકાભાઇ કિશોર, દેવા જીવાભાઇ મોકરીયા, સવદાસ રામાભાઇ મોકરીયા, રમેશ ભુરાભાઇ મોકરીયા અને કારા કાનાભાઇ કિશોર નામના શખ્સોને પોલીસે જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 21430 નો મુદામાલ કબજે કર્યો હતો. આ તમામ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...