તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સિવીલ હોસ્પિટલમાં 19 દર્દી દાખલ, 2 ડિસ્ચાર્જ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 525 ટેસ્ટમાંથી 2 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 7 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટિવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 12 દર્દી દાખલ છે. બન્ને વોર્ડમાં સદનસીબે એકપણ પોઝિટિવ દર્દી દાખલ નથી.

19 દર્દી પૈકી 12 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 525 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં બોખીરા માંથી 25 વર્ષીય મહિલા અને ખારવાવાડ માંથી 29 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. હાલ જિલ્લામાં 23 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...