તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:પોરબંદર સિવીલમાં 19 દર્દી દાખલ, 16 દર્દી ઓક્સિજન પર

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 403 ટેસ્ટ કરાયા : 2 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ છે જેમાંથી 16 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી.પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 9 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટિવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 10 દર્દી દાખલ છે. બન્ને વોર્ડમાં સદનસીબે એકપણ પોઝિટિવ દર્દી દાખલ નથી. 19 દર્દી પૈકી 16 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી. 24 કલાકામાં 403 વ્યક્તિઓના કોરોનાના ટેસ્ટ કરાયા છે. હાલ જિલ્લામાં 25 કેસ એક્ટિવ છે. જ્યારે 7 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 173409 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...