તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર સિવિલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ, 13 ઓક્સિજન પર

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ છે જેમાંથી 13 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 19 દર્દી દાખલ છે.

જેમાં આઇસોલેશનમા 8 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 11 દર્દી દાખલ છે જેમાં 1 દાખલ દર્દી પોઝિટિવ છે. 19 દર્દી પૈકી 13 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...