તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્તલના પુન:વસવાટ યોજના:સાતવીરડા નેસનાં ચિત્તલ બ્રિડિંગ સેન્ટરમાં વડોદરા ઝૂમાંથી 19 ચિત્તલ ઉછેર માટે આવ્યા

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિંહનો પ્રો બેઝ ચિતલ અને સાબર છે, ચિત્તલના પુન: વસવાટ પ્રોજેકટ અંતર્ગત ચિત્તલ લાવવામાં આવ્યા, હાલ કુલ 128 ચિત્તલ છે

બરડાના સાતવીરડાનેશમા ચિત્તલના પૂન: વસવાટ યોજના અંતર્ગત વડોદરા ઝૂ ખાતેથી 19 ચિત્તલ લાવવામાં આવ્યા છે. પોરબંદરના બરડામાં એશિયાટિક લાયનનું વૈકલ્પિક નિવાસ સ્થાન તરીકે વિકાશ કરવાનો હેતુ હતો. સિંહનો પ્રો બેઝ મુખ્ય સાબર અને ચિત્તલ છે. વર્ષ 2002મા સાતવીરડા નેશ ખાતે ચિત્તલ અને સાબર ના બ્રિડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ચિત્તલ પૂન: વસવાટ ની યોજના બરડામાં ચાલુ છે. બરડામાં ઘણા ચિત્તલને મુક્ત કરવામાં આવતા ચિત્તલ પૂન : સ્થાપિત થયા છે. તાજેતરમાં વડોદરાના પ્રાણી સંગ્રહાલય ખાતેથી બરડાના સાતવીરડાનેશ ચિત્તલના બ્રિડિંગ સેન્ટર ખાતે 19 ચિત્તલ આવ્યા છે. જેનો ઉછેર બરડામાં થશે. અત્યાર સુધી 109 ચિત્તલ હતા જેમાં 19 ચિત્તલ આવતા 128 ચિત્તલ છે.

192 ચિત્તલ મુક્ત કર્યા હતા
બરડાના સાતવિરડાનેશ ખાતે ચિત્તલના બ્રિડિંગ સેન્ટરમાંથી 192 ચિત્તલને મુક્ત કર્યા છે. બરડામાં ખુલ્લા વાતાવરણ વચ્ચે આ ચિત્તલોએ સફળતા પૂર્વક પૂન: સ્થાપન કર્યું છે.

સાબર કેટલા છે અને કેટલા મુક્ત કર્યા છે?
બરડાના સાબર બ્રિડિંગ સેન્ટર ખાતે હાલ 51 સાબર છે. 16 સાબર પ્રાણી મુક્ત કર્યા છે અને આ સાબર પ્રાણી એ પણ બરડામાં પૂન: સ્થાપન કર્યું છે.

સેન્ટર ખાતે કેવા પ્રકારની સુવિધા છે?
બરડાના સાતવિરડાનેશમાં ચિત્તલ અને સાબર માટે બ્રિડિંગ સેન્ટરમાં અલગ અલગ પાંજરાની વ્યવસ્થા છે. તૃણભક્ષી પ્રાણી હોવાથી લીલા અને સૂકા ચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક વેટનરી ઓફિસર છે જે રેગ્યુલર તપાસ કરે છે અને બે એનિમલ કીપર રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો