તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • 1,85,228 Voters Will Cast Their Votes In 52 Seats, Porbandar Municipal Elections Will Be Held On February 28: There Will Be 168 Booths For 52 Seats In 13 Wards

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની ચૂંટણી:52 બેઠકો પર 1,85,228 મતદારો મત આપશે, પોરબંદર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે : 13 વોર્ડની 52 બેઠક માટે 168 બૂથ રહેશે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આ વખતે પોરબંદર પાલિકામાં છાયા ધરમપુરનો સમાવેશ કરાતા 59554 મતદારોનો વધારો થયો : 3 માર્ચના રોજ કાઉન્ટિંગ થશે

પોરબંદર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડ અને 52 બેઠકો પર 185228 મતદારો મતદાન કરશે. આ વખતે પોરબંદર પાલિકામાં છાયા ધરમપુરનો સમાવેશ કરાતા 59554 મતદારોમાં વધારો થયો છે.પોરબંદર પાલિકાની ગત વખતે તા. 19 નવેમ્બર 2015ના રોજ ચૂંટણી યોજાઈ હતી.

જેમાં 64778 પુરુષ મતદાર ની સંખ્યા અને 60896 સ્ત્રી મતદારો એક ફૂલ 125674 મતદારો હતા. જ્યારે આ વખતે પોરબંદર પાલિકામાં છાયા પાલિકા અને ધરમપૂરનો સમાવેશ થતા 94793 પુરુષ મતદાર અને 90431 સ્ત્રી મતદાર તેમજ અન્ય જાતિના 4 મતદાર સહિત કુલ 185228 મતદારો નોંધાયા છે.

આમ આ વખતે પોરબંદર પાલિકામાં છાયા અને ધરમપુરનો સમાવેશ થતા 59554 મતદારોનો વધારો થયો છે. પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકો માટે 168 બૂથ રાખવામાં આવશે. પોરબંદર પાલિકાની આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 185228 મતદારો મતદાન કરશે. પાલિકાની 13 વોર્ડ માટે 52 બેઠકો માટે તા. 8 થી 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. તા. 3 માર્ચના રોજ કાઉન્ટિંગ થશે.

ગત વખતે 50.44 ટકા મતદાન થયું હતું
પોરબંદર પાલિકાની 2015મા થયેલ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકોમાં 156 બૂથ પર 63592 મતદારોએ મતદાન કર્યું હતું. આમ ગત વખતે 50.44 ટકા મતદાન થયું હતું.

વોર્ડ વાઇઝ કેટલા બૂથ રાખવામાં આવશે ?
પાલિકા ચૂંટણીમાં 13 વોર્ડમાં 168 બૂથ રહેશે જેમાં વોર્ડ નંબર 1, 2, 5, 8, 9 વોર્ડમાં 13 -13 બૂથ, વોર્ડ નંબર 3, 6,7 મા 14 -14 બૂથ અને વોર્ડ નંબર 10 થી 13 મા 12-12 બૂથ રહેશે.

ચૂંટણીમાં પોલિંગ સ્ટાફ કેટલો રહેશે?
પોરબંદરમાં નગર પાલિકાની ચૂંટણીમાં 168 બૂથ રહેશે જેમાં એક બૂથ પર 5 પોલિંગ સ્ટાફ રહેશે જેથી 900 જેટલા પોલિંગ સ્ટાફ રહેશે.

વોર્ડનંબર મતદાર

1 15373

2 13685

3 14610

4 14774

5 14061

6 15857

7 15686

8 14395

9 14400

10 13032

11 13023

12 13300

13 13032

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો