કિચન ગાર્ડન:મધ્યાહ્ન ભોજન અંતર્ગત પોરબંદર જિલ્લાની શાળામાં 185 કિચન ગાર્ડનનું નિર્માણ કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 130, રાણાવાવમાં 43, કુતિયાણા તાલુકામાં 12 કિચન ગાર્ડન વિકસાવવામાં આવ્યા

પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કિચન ગાર્ડન વિકસાવવામાં આવ્યા. જેમા પોરબંદરમાં આશરે 130 જેટલા, રાણાવાવમાં 43, તથા કુતિયાણા તાલુકામાં 12 જેટલા કિચન ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે.

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળાઓમાં પોષણ માટે વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ, ફળો, શાકભાજીના વૃક્ષો શાળાઓમાં ઓર્ગેનિક શાકભાજી વાવીને મધ્યાહન ભોજન બનાવવા માટે તેને ઉપયોગમાં લઈ શકાય અને બાળકો માટે તાજુ ભોજન તૈયાર થાય, જેથી બાળકોમાં પોષણની માત્રા વધે અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી શાળાઓમાં ઉપલબ્ધ જગ્યા પ્રમાણે મધ્યાહન ભોજન યોજનામાં વપરાય થઈ શકે તેવા શાકભાજીના છોડ રીંગણ ટામેટા, દૂધી ઘાણા, મરચાં, આદુ, મીઠો લીમડો તથા સરગવા, લીંબુ જામફળ, દાડમ, ચીકુ જેવા દિર્ઘઆયુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

કિચન ગાર્ડનનો હેતુ શાળાના પરિસરમાં મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને વધારે સારુ પોષણ આપવામાં ઉપયોગી ઋતુ પ્રમાણે શાકભાજીના છોડ અને ફળાઉ ઝાડનું સંવર્ધન કરવાનો અને તેનો વિનામુલ્યે ઉપયોગ મધ્યાહન ભોજન યોજનામાં કરવાનો છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...