કામગીરી:7 વર્ષના લગ્ન જીવન છૂટાછેડા સુધી પહોંચતા 181 ટીમે સમાધાન કરાવ્યું

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર 181 અભયમ હેલ્પલાઇન ટીમે દંપતિનું કાઉન્સેલિંગ કરી પરિવારને એક કર્યો

181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાના છેવાડાના ગામમાંથી એક વ્યક્તિ દ્રારા 181માં મદદ માટે કોલ કરતા 181 ટીમના કાઉન્સેલર મીનાક્ષી સોલંકી, મહિલા કોન્સ્ટેબલ તેજલ પંપાણીયા અને પાયલોટ કિશન દાસા તુરંત જ પીડિતાના સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાશન આપી કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવ્યુ કે, તેમના લગ્નનને સાત વર્ષ થયેલ છે અને સંતાનમાં બે બાળકી છે.

પતિ અવાર-નવાર મારપીટ કરતા હોય તેઓ છેવાડાના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા હોય તેથી તમામ ઘર વપરાશનો સામાન નજીકના ગામ થી લાવો પડતો હોય, પરંતુ પીડિતાના પતિ ઘર વપરાશનો સામાન પણ લાવી આપતા ન હોય કોઈ કામ ધંધો પણ કરતા ન હોય. પતિએ મારપીટ કરતા પીડિતાએ ફોન કરી તેમના મોટા ભાઈને બોલાવેલા હતા. પીડિતાના મોટાભાઈ આવીને ખૂબ લાંબા સમય સુધી પીડિતાના પતિ ને સમજાવેલ પરંતુ છેવટે પીડિતાના પતિ ઝઘડો કરી હવે પીડિતાને રાખવાની જ ના પાડતા હોય છુટાછેડા લેવાનું જ જણાવતા હતા જેથી 181ની મદદ લીધેલ છે.

181 ટીમ દ્વારા મહીલા તથા તેના પતિનું કાઉન્સેલિંગ કરી તેમના અને તેમના બાળકના ભવિષ્ય વિશે સમજણ આપી જીવન જીવવા માટે યાેગ્ય માર્ગદર્શન આપેલ અને એકબીજા પ્રત્યેની જવાબદારીનુ ભાન કરાવી, બન્ને વચ્ચેના પ્રશ્નોનું સમાધાનકારી નિરાકરણ લાવી છૂટાછેડા લેવાના નિર્ણય માંથી બહાર લાવેલ તથા આગળનુ જીવન સાથે જીવવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...