તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કિશોરીઓની પજવણી કરનારા શખ્સો સામે 181 ટીમની કાર્યવાહી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181ની ટીમે કિશોરીઓનું કાઉન્સેલીંગ કરી માર્ગદર્શન આપ્યું
  • સોશ્યલ મીડિયામાં યુવતીની આઇડી બનાવી ગેરવર્તન કરતો હતો

સોશ્યલ મીડિયામાં નકલી આઇડી બનાવી કિશોરીઓને પરેશાન કરનાર શખ્સ સામે 181 ટીમે કાર્યવાહી કરી હતી.બનાવની વિગત મુજબ કુતિયાણા પંથકના ગામમાં બે શખ્સોએ નકલી આઇડી બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક કિશોરીઓને અશ્લીલ ફોટા, વિડીઓકોલ તેમજ મેસેજ કરી પરેશાન કરતા હતા.

જેથી આ અંગે પોરબંદર 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરતા 181ના કોન્સ્ટેબલ વર્ષાબેન જાદવ, કાઉન્સેલર રીના આર. દિહોરા અને પાયલોટ કિશન દાસા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જાણવા મળ્યું હતું કે આ કિશોરીઓ ઉપરાંત આજ ગામની અન્ય સાત કિશોરી કે જેઓ અભ્યાસ માટે જતી હોય તેઓને પણ બન્ને શખ્સો ફોટા વિડિઓ, મેસેજ મોકલી પરેશાન કરે છે જેમાંથી એક શખ્સ નાશી છૂટ્યો છે. જેથી હાજર રહેલા કિશોરીઓનું 181 ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું અને કિશોરીઓ તેમજ વાલીઓના કહેવાથી આ શખ્સો સામે વધુ કાર્યવાહી કરવા કુતિયાણા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...