તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પોરબંદર શહેરની ખાસજેલ ખાતે 18+ નું વેક્સિનેશન, 83 બંદીવાનને રસી અપાઈ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ ઓફિસર દ્વારા જેલમાં બંદીવાનોને રસીકરણ અંગે સમજ પણ અપાઇ

પોરબંદરની ખાસજેલ ખાતે 18 વર્ષથી વધુ વયના માટે રસીકરણ કેમ્પ યોજાતા 83 બંદીવાન ભાઈઓને રસી અપાઈ હતી.

પોરબંદર જિલ્લામાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકો માટે વેકશીન આપવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે વેકશીન કેમ્પ યોજાયા રહ્યા છે ત્યારે પોરબંદરની ખાસ જેલ ખાતે 18 વર્ષથી 44 વર્ષ સુધીના બંદીવાન ભાઈઓ માટે પણ રવિવારે વેકશીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના સહયોગથી રસી આપવામાં આવી હતી. ઇન્ચાર્જ જેલ અધિક્ષક એચ.ઓ. વાળા તેમજ સિવિલના મેડિકલ ઓફિસર કે.સી.વ્યાસ દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓને રસીકરણ અંગે સમજ આપવામાં આવી હતી. ખાસ જેલ ખાતે કુલ 83 બંદીવાન ભાઈઓએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે ખાસ જેલ ખાતે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા બંદીવાન ભાઈઓને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...